સાંજે
આઠ વાગે અમે દુકાનેથી ઘરે બાઈક ઉપર આવી રહ્યા હતા અને ઘર જોડે પહોચ્યા જ હતા કે મારા
મોબાઇલ યશનો એક મિસકોલ આવ્યો. પછી શેઠે મને મારા ઘર જોડે
ઉતારી તે તેમના ઘરે નીકળી ગયા. દરવખતની જેમ યશે આ વખતે પણ મિસકોલ માર્યો હતો અને
હું તેને ફોન કરતો અને પછી અમારી વાતો ચાલુ થતી. મેં B.sc કરીને આગળનું ભણવાનું
છોડી દેધું હતું પણ યશ હજુ M.sc કરતો હતો. તે મારો કોલેજનો ફ્રેન્ડ હતો.
મેં તેને ફોન
કર્યો તેને ઉપાડ્યો.
મેં કહ્યું “
બોલ, શું કામ હતું. કેમ આજે ઘણા દિવસો બાદ ફોન કર્યો છે. હમણાં તો તમે ફોન જ નથી
કરતા અને કરો તો મિસકોલ મારો અને સામેથી અમારે ફોન કરવાનો દરવખતની જેમ. ”
યશે કહ્યું “ મારા વોડાફોનના નંબરમાં 60-50
રૂપિયાનું બેલેન્સ કરાવ ને, મારે ઈમરજન્સી છે. ”
તે દરવખતની જેમ આ વખતે પણ બેલેન્સ કરાવવા માટે
મને ફોન કરતો હતો. આ વખતે મને લાગ્યું કે તેને બીજું કોઈ કામ હશે પણ તેને આ વખતે
પણ બેલેન્સ માટે જ ફોન કર્યો હતો. મેં તેને ઘણી વાર બેલેન્સ કરાવી આપ્યું પણ તેને
મને હજુ રૂપિયા નથી આપ્યા અને મેં તેના જોડે હજુ રૂપિયા નથી માગ્યા. હું મોબાઇલની
દુકાનવાળો નતો તોય પણ બજારમાં જઈને તેનું બેલેન્સ કરાવી આપતો.
મેં કહ્યું “
શેની ઈમરજન્સી છે ભાઈ. દરવખતની જેમ આજે તમે બેલેન્સ માટે જ ફોન કર્યો. સોરી, ફોન
નહિ મિસકોલ કર્યો. આમતો તમે કદીયે અમને યાદ નથી કરતા જયારે બેલેન્સ કરાવવાનું હોય
ત્યારે અમારી યાદ આવે છે. આમ તો કદીયે
અમારું નામ પણ નથી પૂછતાં. ”
યશે કહ્યું “ હવે આ બધી વાત છોડ પેલા મને
બેલેન્સ કરાવી આપ મારે જરૂર છે. ”
મેં કહ્યું “ તારું ભણવાનું પૂરું થયું કે નહિ હજી કેટલું
ભણવાનું બાકી છે. ”
યશે કહ્યું “ બસ,
હવે છેલ્લા સેમની યુનિવર્સીટીની પરીક્ષા બાકી છે, પછી ભણવાનું પૂરું. ”
મેં
કહ્યું “ મારા ઘરથી મોબાઇલવાળની દુકાન ઘણી
દુર છે એટલે આ વખતે હુ બેલેન્સ નહિ કરવું યાર. ”
યશે કહ્યું “ તારે ગમે તે કરીને આ વખતે બેલેન્સ કરાવવું જ
પડશે. આટલી તો ફ્રેન્ડની હેલ્પ કર. ”
મેં કહ્યું “ મારા ઘરથી બેલેન્સવાળાની દુકાન 2 કિલોમીટર દુર છે અને મારી પાસે બાઈક પણ નથી મારે છેક ચાલીને જાવું પડે યાર, એક તો હું બજારથી કંટાળીને આવ્યો છુ. હવે હું નહિ જયુ. ”
યશે
કહ્યું “ હાલ હું ગામડે છુ અને અહિયાં કોઈ દુકાન પણ નથી. મારે વાત કરવી જરૂરી છે
મારા પપ્પા મમ્મીને દવાખાને લઈને ગયા છે
અને મારે મમ્મી જોડે વાત કરવી છે પણ મારામાં બેલેન્સ નથી. ખાલી મિસકોલ જાય એટલું
બેલેન્સ છે. ”
મેં કહ્યું “ આજે મારાથી બેલેન્સ નહિ થાય. ”
યશે કહ્યું “ મારા ભાઈ, ગમે તે કરીને મને બેલેન્સ કરી આપ
મારે અરજન્ટ છે. ”
મેં
કહ્યું “ સારું, બનશે તો પ્રયત્ન કરું છુ. ”
બાદમાં મેં ફોન કાપી નાખ્યો. પછી મેં શેઠને ફોન કર્યો કારણ
કે તેમની પાસે મોબાઈલમાં બેલેન્સ કરવા માટેની એપ હતી.
શેઠે ફોન ઉપાડ્યો પછી મેં કહ્યું “ કાળુભાઈ
મારે, એક 50 રૂપિયાનું બેલેન્સ કરવાનું છે મોબાઇલ નંબર તમારા વોટસઅપ પર સેન્ડ
કર્યો છે. કાર્ડ વોડાફોનનું છે અરજન્ટ છે હો. ”
શેઠે કહ્યું “ કરું છુ. ”
દશેક મિનીટ પછી શેઠનો ફોન આવ્યો
શેઠે કહ્યું “
હલો.... વિજય તે આપેલ નંબર પર બેલેન્સ નહી થાય કારણ કે વોડાફોન કંપની મારા એપમાં
નથી આવતી એટલે બેલેન્સ નહિ થાય હો. ”
મેં
કહ્યું “ હારું તાર . ”
મને લાગ્યું હવે તો બજાર જવું જ પડશે. પણ મને યાદ આવ્યું કે
નેટબેન્કિંગથી પપણ બેલેન્સ થાય છે તેથી મેં મોબાઈલમાં નેટ ચાલુ કર્યું અને
મારું નેટબેન્કિંગ ચાલુ કરવા માટે લોગીન આઈડી અને લોગીન પાસવર્ડ નાખ્યો પણ તેમાં પણ
હું નિષ્ફળ ગયો કારણ કે તે વખતે હું પાસવર્ડ ભૂલી ગયો હતો અને મેં ઉપરાઉપર ત્રણ
વખત પાસવર્ડ ખોટો નાખ્યો હતો એટલે હવે લોગીન નતું થવાતું. અને યશના મિસકોલ પણ
આવતા. મેં તેને પાછો ફોન કર્યો.
મેં કહ્યું “ હું
બજાર નથી જવાનો એટલે તારું આ વખતે બેલેન્સ નહી થાય. ”
યશે કહ્યું “ યાર, આવું મત કર, તારા સિવાય
કોઈ બેલેન્સ મને નહિ કરી આપે એટલે તો તને ફોન કર્યો નહીતર તને ફોન ના કરત. મારા
માટે આજે હેડીને જાને. ”
મેં કહ્યું “ એમ કરને, તું તારા
પપ્પાને મિસકોલ માર પછી એ તને સામેથી ફોન કરશે એટલે તારે તારી મમ્મી જોડે વાત પણ
થઇ જશે અને તારા પપ્પાને બેલેન્સનું કહેજે કદાચ કરવી આપે નહીતર હું સવારે બેલેન્સ
કરવી આપીશ. ”
યશે કહ્યું “ પણ
હું અને મારા પપ્પા નથી બોલતા એટલે હું તેમને ફોન નહિ કરું. ”
મેં કહ્યું “
કેમ નથી બોલતા હે. ”
યશે કહ્યું “ એક
દિવસ મારે પપ્પા જોડે ઝગડો થઇ ગયો હતો ત્યારથી અમે નથી બોલતા. ”
મેં
કહ્યું “ આવું ન રખાય, તે તારા પપ્પા છે એમાં નાની-મોટી વાત થયા કરે. અને હા, તમે
ક્યારથી નથી બોલતા.”
યશે કહ્યું “ અમે 8 મહિનાથી નથી
બોલતા.”
પછી હું આખી
વાર્તા સમજી ગયો. હું બજાર બેલેન્સ કરાવવા જતો હતો પણ મેં હવે તેને ચોખ્ખી ના પડી
દીધી.
મેં કહ્યું “ તારા
પપ્પાને મિસકોલ માર પછી તે તને પાછો ફોન જરૂર કરશે.”
યશે કહ્યું “ મારે નથી કરવી મારા પપ્પા જોડે વાત, તું સમજતો
કેમ નથી યાર, જો હું તેમને ફોન કરીશને તો તે મને સામેથી જ બોલશે એટલે હું ફોન નહિ
કરું. તારે બેલેન્સ નથી જ કરાવું ને.”
મેં કહ્યું “ ના ”
પછી તેને ફોન કાપી નાખ્યો પણ મેં પાછો તેને ફોન કર્યો
યશે કહ્યું
“ હવે શું કામ ફોન કરે છે ?. ”
મેં કહ્યું “ જો તું આજે તારા પપ્પાને ફોન નહિ કરે તો આજથી
આપણી દોસ્તી તૂટી જશે પછી કદીયે મને ના બોલાવતો અને હા આજ પછી મિસકોલ પણ ન મારતો. ”
યશે કહ્યું
“ પણ તું મારી વાત તો સભાળ. ”
મેં કહ્યું “ શું તારી વાત સાંભળું હે. બેલેન્સ કરાવવાનું
હોય ત્યારે જ અમે યાદ આવીયે અને હા, હું આખી જિંદગી તારી જોડે નહિ રહું. પણ તારી
જોડે તારા પપ્પા રહેશે. તારા દુઃખ-સુખમાં તારી સંગાથે રહેશે અને હું તો જેટલા દિવસ
ભેગા રહીશ એટલા જ દિવસ પછી તને કોઈ બોલાવશે પણ નહિ. આજે તારી મમ્મી બીમાર છે ને તું
તારા પપ્પાને ફોન પણ નથી કરી શકતો આવો છે તું યાર. આવો ફ્રેન્ડ નથી જોઈતો મારે જે તેના
પપ્પાને ના બોલાવી શકતો હોય. આટલી બધી રીસ ન રખાય દોસ્ત.જે બાપે બોલતા શીખવાડ્યું
તેને તું ન બોલાવે તોય તને શરમ નથી આવતી. અને આજ પછી મને ફોન ન કરતો તું તારા
પપ્પાનો છોકરો ન થઇ શકતો હોય તો મારો ફ્રેન્ડ ન બની શકે. ”
યશે કહ્યું “ પહેલા મારી વાત તો સભાળ. જે
દિવસથી ઝઘડો થયો તે દિવસથી મને ક્યારે પણ બોલાવ્યો નથી અને કદીયે ફોન પણ નથી કર્યો
કે કેમ છે બેટા? અને પૂછ્યું પણ નથી કે હું શું કરું છું. મારી મમ્મી બીમાર થઇ તો તેમને
મને જાણ પણ નથી કરી અને ડાયરેક દાવાખાને લઇ ગયા અને હા દવાખાને ગયા પછી પણ ફોન નથી
કર્યો આતો મને સમાચાર મળ્યા એટલે મને ખબર પડી. તો પછી હું શું કામ તેમેણ બોલવું ?.
”
મેં કહ્યું “ તારી વાત સાચી છે, તું અત્યારે
તે બધી વાતને છોડી દે અને તારા પપ્પાને ખાલી મિસકોલ માર તે જરૂર તને ફોન કરશે. તું
તારા પપ્પાને નથી બોલાવતો એટલે તે પણ તને નથી બોલવતા. ભલે તારા પપ્પાએ આજે તને ફોન
નથી કર્યો પણ તું તો કરી શકે છે ને. એ બહાને તારા પપ્પા જોડે તારે સુલેહ પણ થઇ જશે
અને તારી મમ્મી જોડે તારી વાત પણ થઇ જશે. તારે આજે આગળ આવું જ પડશે નહીતર આજે જો
તું નહિ બોલે તો આખી જિંદગી તારે આવી રીતે જીવવી પડશે. ”
યશે કહ્યું “
ચલ હું ફોન મિસકોલ મારું છું. “
પછી તેને ફોન કાપી નાખ્યો અને અઠવાડિયા પછી મને ખબર પડી કે
તે બાપ-દીકરાએ ભેગા મળીને દવાખાનામાં તેની મમ્મીને લોહી આપ્યું હતું.
No comments:
Post a Comment