શ્રી ઓધડનાથજી મહારાજ, થરા,તા કાંકરેજ.
કાંકરેજ તાલુકા પંથકના આરાધ્ય દેવ સમા શ્રી ઓધડનાથજી
મહારાજે તથા તપ તેમજ ભજનનું તેજ સમગ્ર પંથકમાં સરાવેલ તેઓ પોતેજ દેવ દરબારના મૂળ
નકળંગ ભગવાનના મંદિરના સ્થાપક તરીકે ગણાય છે.
મૂળ નેપાળ
નરેશના રાજવી કુંટુબમાં જન્મેલા આ બાળકે બાર વર્ષની ઉંમરે ધર સંસાર છોડી ભગવાનમાં મન
પરોવવા ચાલી નીકળેલા ફરતાં ફરતાં જુનાગઢ આવી ચડેલ જયાં તેનો ભેટો ગુરુ સદાનંદ સાથે થઇ ગયેલ .જાણે
ભગવાનની શોધનો અંત આવ્યો તેમ માની તેમણે સદાનંદજી તેજ ગુરુ માની તેમના શિષ્ય બની બંહમગીરીજી અંગીકાર કર્યુ.
જે બંહમગીરીજી પાછળથી ઓધડનાથજી તરીકે પ્રખ્યાત થયા.
ઓધડનાથજી મહારાજ આ વિસ્તારમાં જ નહી પણ પાટણમાં
ધુધરાવાળી જગ્યામાં ઓધડનાથજીની વળીમાં સિધ્ધપુર(શ્રી સ્થલ) માં વળીની જગ્યાએ તેમજ ધાયણોજમાંની જગ્યામાં
પણ પુજાય છે અને આ જગ્યા ધાર્મિક મહત્વ ધરાવે છે. એક વાત એ કે સમગ્ર ભારતમાં
પ્રખ્યાત કાંકરેજી ઓલાદોની ગાયો પણ આં વિસ્તારની છે.
આ સ્થળ થરાથી દિયોદર જતા ૧૦ કિલોમીટર અંતરે
આવેલ છે.