અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામની
નજીક જુની સરોત્રી ગામે બનાસ નદીના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું
છે. આ મદિર હજારો વર્ષ પુરાણું અત્યંત પવિત્ર અને પ્રાકૃતિક છે.
બનાસ નદીના કિનારે આવેલ આ સ્થળે નદીનો ધીમો પ્રવાહ
વહેતો હોય ત્યારે વિશ્વશ્વેરની રમણીયતા વધુ વધી જાય છે. આ પવિત્ર સ્થળે શ્રાવણ
માસમાં ભાવિકોની સખત ભીડ રહે છે આ મંદિરનો હાલમાં જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. આ રમણીય સ્થળે રોજ દુરદુરથી
પર્યટકો મોટી સંખ્યામાં પિકનીક મનાવવા આવે છે. આ સ્થળે આવવા માટે ખાનગી વાહનો ઉપરાંત
સરકારી બસ દ્વારા પણ આવી શકાય છે.
આ મંદિર વિશે એવુ કહેવાય છે કે, આ ક્ષેત્રના દંતાણી ક્ષેત્રમાં
જયરાજ વડાના ચૌદમી સદીમાં ચંદ્રાવતી નગરીની જાહોજલાલીના સમયમાં આ મંદિરની સ્થાપના
થયેલ હોવાનું મનાય છે. દર મહાશિવરાત્રિએ અહી મોટો મેળો ભરાય છે
ઇકબાલગઢ ગામથી ૫ કીલોમીટરના અંતરે
આવેલ છે.