Muleshwar Mahadev Temple, Padan, Ta wav

મુળેશ્વર મહાદેવનું મંદિર, પાડણ, તા વાવ.  

       વાવ તાલુકાના પાડણ ગામે પ્રાચીન મુળેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન મંદિર આવેલ છે. મૂળેશ્વર મહાદેવ મંદિર શ્રધ્ધાળુઓ માટે દર્શનીય સ્થળ બની ગયુ છે.  ઇ.સ.૯૪૨ થી ૯૯૭ ના સમયગાળામાં પાડણ ગામે રાજા મુળરાજ સોલંકીએ બંધાવેલ મહાદેવનું મંદિર બંધાવેલ છે. રાજા મુળરાજ સોલંકી પોતે શકિતશાળી રાજા હતો. તે સમયે કચ્છમાં રા લાખાની આણ વર્તાતી હતી. એની શકિતની પ્રસંશા ભળીને તેને મહાત કરવા રાજા મુળરાજે હામ ભીડી હતી.


        પોતાનું વિશાળ સૈન્ય સાથે મુળરાજે રા લાખા સાથે યુધ્ધ કર્યુ. પોતાની શકિત વધુ છે એટલે યુધ્ધમાં પોતે વિજય મેળવશે એવી મુળરાજની આશા યુધ્ધભુમિના કાબેલ રા લાખાએ અવળી પાડતા મુળરાજે પોતાનો મનોરથ સિધ્ધ કરવા સાતવાર રા લાખા સાથે અવનવી તરકીબોથી યુધ્ધ કર્યુ. છતાં મુળરાજ વિજયી બન્યો નહી એથી એ દુઃખ અને વ્યથાથી ધેરાઇ ગયો. એ જોઇને અપુજ રહેલા મહાદેવને તુ પુજશે ત્યારે તારો વિજય થશે એવો ઉપાય એક  ઋષિમુનિએ સુચવ્યો.
            
         આ ઉપાય આધારે મુળરાજ પોતાના તમામ ગામોમાં સાદ પડાવ્યો. થોડા દિવસોમાં પાડણ ગામ મરનજી યાવીયાળ નામના બ્રાહમણે ગામના જંગલમાં એક જમીન પર ગાયને પોતાનું દુધ વહાવી રહેલી જોતાં તે સ્થળે નકકી મહાદેવ હોવા જોઇએ એમ માની રાજાને જાણ કરી એ જગ્યાએ સાતેક ફુટ ખોદકામ થતાં રાજાને વિશાળ શિવલીંગના દર્શન થયા. જ્ઞાની બ્રાહમણો અને ઋષિમુનિઓને નિમંત્રી સુત્રોચ્ચાર અને શાસ્ત્રાર્થ વિધિ સાથે રાજા મુળરાજે ચમત્કારિક  શિવલીંગની પુજા કરી ગામમાં મીઠાઇ વહેચી. આ પછી શુભ મુહુર્ત જોઇને મુળરાજે રા લાખા ઉપર ચડાઇ કરી તેમાં મુળરાજનો વિજય થયો.

           વિજયની ખુશાલીમાં જે સ્થળેથી શિવલીંગ પ્રાપ્ત થયું ત્યા રાજા મુળરાજે મહાદેવનું
વિશાળ મંદિર બંધાવયુ.
    

        પાડણ ગામ વાવથી ર૪ કિલોમીટર અંતરે આવેલ છે.