વડગામ તાલુકામાં મગરવાડા ગામે મણિભદ્રવીરનું એક હજાર વર્ષ જુનું મંદિર આવેલ છે. આ મંદિરની
લોકવાયકા મુજબ માણેકશા જૈન વાણિયા હતા. જેઓ
તીર્થયાત્રાએ નિકળેલા અને ગાયોને બચાવવા જતાં લુંટારૂઓ સાથે અથડામણમાં તેઓ શહીદ થયાં. જે
શહીદના ત્રણ ભાગો થતાં જેમાનું મસ્તક ઉજજૈન (મધ્ય પ્રદેશ) માં પુજાય છે. ધડ આગલોડ
(વિજાપુર)માં પુજાય છે. અને પગની પીંડીનું મણિભદ્રવીર તરીકે મગરવાડામાં પુજાય છે.
આ ધાર્મિક જગ્યાએ ખરા મન થી માનતા
રાખવામાં આવે તો જે કામની ઇચ્છા રાખી હોય તે કામ સિધ્ધ થાય છે. દર મહિનાની
સુદ-પાંચમના રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
પાલનપુરથી ૧૮ કિલોમીટર ના અંતરે આવેલ છે.