18 હસનપુર મોરચો, હસનપુર, તા પાલનપુર.
પાલનપુર તાલુકાના હસનપુર ગામે ૭૪૦ વર્ષો કરતા વધુ
જુનો કિલ્લો ટેકરી પર
આવેલ છે. જેને સ્થાનિક લોકો ‘મોરચા’' તરીકે ઓળખે છે. સરહદની રખેવાળી માટે શાહી જમાનામાં આ કિલ્લો બનાવેલ છે. તેની પરિમિતી ૨૮૬ ફુટ છે. તેની દિવાલ બે ફુટ જેટલી જાડી છે. આ ટેકરીને મેડાવાળી ટેકરી'' પણ કહેવામાં આવે છે. આ કિલ્લો ચંદ્રાવતી ના પરમારોના સમયમાં કોઇ પરમાર રાજાઓએ બનાવેલ હશે. તેમની કુળદેવી મહાકાળીનું સ્થાનક પણ અંદર જ છે.

આ ઐતિહાસિક સ્મારકનું સમારકામ
કરીને તેને પિકનીક પોઇન્ટ તરીકે વિકસાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેકટ
તરીકે લઇ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. આ
કીલ્લા ની મરામત કરી તેના કાગરાં બનાવી
તેને ટેરાકોટા રંગથી રંગી અંદર મહાકાળી મંદિર નર્મદાપુરીની પ્રતિમા સ્થાપી પ્રવાસન
માટે સુંદર ભેટ ધરી છે.
પાલનપુરથી ૧૫ કિલોમીટરના અંતરે
આવેલ છે.