દાંતીવાડા તાલુકાના ભાકોદરા ગામે ખેતલાબાપજીની ધાર્મિક જગ્યા આવેલ છે. આ જગ્યા
૧૧૦૦ વર્ષ જુની છે એમ માનવામાં આવે છે. સીપુ નદીના કીનારે આ મંદિર આવેલ છે.
પ્રથમ સંતાનની બાબરી ઉતારવા શ્રધ્ધાળુઓ આ જગ્યાએ
જાય છે. ઉપરવાસમાં નદી ઉપર પુલ તેમજ સીપુ જળાશય યોજના (ડેમ) આવેલ છે. આ જગ્યાએ દેશ
પરદેશથી ભાવિકો દર્શને આવે છે
ભાકોદરા ગામ દાંતીવાડાથી ૧૨
કિલોમીટરના અંતરે આવેલુ છે.