ભીલડી ગામમાં આવેલ જૈન મંદિરને ભીલડીયાજી જૈન તીર્થ તરીકે
ઓળખવામાં આવે છે. તેવીસમાં ની તીર્થકર પ્રાર્શ્વનાથ ભગવાની ઇ.સ.૧૩૩૪ ના સમયની અતિપ્રાચીન પ્રતિમા અહી મૂળ
નાયક તરીકે બિરાજમાન છે. એક સમયે આ સ્થળ ત્રંબાવટી નગરી તરીકે જાણીતું હતુ. અહી
અઢુમ તપ અને ચૈત્ર માસમાં ઓળી કરવાનું વિશેષ મહત્વ છે. બાજુમાં જ એક નુતન દહેરાસર
આકાર પામ્યુ છે. ધર્મશાળા તેમજ ભોજનશાળાની વ્યવસ્થા છે. રેલ્વેમાર્ગે પણ ભીલડી જઈ
શકાય છે.
ડીસાથી રાધનપુર જતાં હાઇવે પર ભીલડી આવેલ છે. ડીસાથી ૨૬ કિલોમીટરના અંતરે આ જૈન
તીર્થ આવેલ છે