Nana Ambaji Temple, Sanadar, Ta Diyodar

           આ મંદિર બનાસકાંઠા જીલ્લામાં અંબાજી પછી બીજા નંબરનું અતિ પ્રાચીન માતાજીનું મંદિર છે. આ અતિ પ્રાચીન મંદિર દિયોદર તાલુકાના સણાદર  ગામે આવેલ છે. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ૧૦૦૦ વર્ષ પહેલાં બ્રહમભટટ સમાજની એક કુમારિકા ધ્વારા કરવામાં આવેલ. આ સ્થળમાં અંબાજીમાતા, વિશ્વકર્મા ભગવાન, હનુમાનજી, નાગદેવતા, પાતાળેશ્વર મહાદેવ, શ્રી કૃષ્ણના મંદિરો આવેલા છે. તથા બાજુમાં આવેલ માન સરોવરમાં ધ્વારકાધિશનું મંદિર આવેલ છે.

        દર પુનમે માતાજીનો મેળો ભરાતો હોઇ હજારો લોકો દર્શનાર્થે આવે છે. . મંદિર દ્વારા પાઠશાળા, ગૌશાળા તથા ભોજનશાળા પણ ચલાવવામાં આવે છે.


       દિયોદરથી ખીમાણા હાઈવે વચ્ચે આવે છે દિયોદરથી ૧૦ કી.મી.ની અંતરે આવેલું છે.