Dharnidhar Bhagvan Temple, Dhima Ta Wav

 ધરણીધર ભગવાનું મંદિર, ઢીમાં, તા વાવ.

         વાવ તાલુકાના ઢીમા ગામે ધરણીધર ભગવાનનું પ્રાચીન તથા પ્રસિદ્ધ મંદિર આવેલ છે. ધરણીધર ભગવાનું આ મંદિર લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. આ મંદિરમાં પ્રસ્થાપિત ધરણીધર ભગવાન વિષ્ણુની મુર્તિ રાજસ્થાનની અરવલ્લીની પર્વતમાળામાંથી મળી આવેલી હતી.

        જેતપુરના રાજાએ આ તેજોમય મુર્તિ માટે જેતપુરમાં મંદિર બંધાવી ભગવાનની પધરામણી કરવાનું કહેતાં ગદાધરજીએ ના પાડી. રાજાએ ક્રોધિત થઇ ગદાધરજીને જેલમાં મોકલી દીધા. મધ્યરાત્રીએ રાજાના સ્વપ્નમાં આવી ભકતને હેરાન ન કરવા તથા ઢીમા પહોચાડવા મદદ કરવા જણાવતાં રાજાએ કારાવાસમાંથી ગદાધરજીને મુકત કરી ગાડે જોડી ભગવાનને ઢીમા પધરાવ્યા. ભગવાનની પ્રતિષ્ઠા વિ.સ.૧૪૭૭ ના જયેષ્ઠ સુદ ૧૧ નિર્જલા એકાદશીને મંગળવારના રોજ સેવક
ગદાધર દલપતરામના હસ્તે થયેલ છે. હજારોની સંખ્યામાં લોકો ધરણીધર ભગવાનના દર્શન કરવા આવે છે. ઢીમાં ગામમાં અનેક સમાજની વાડી તથા ધર્મશાળા આવેલ છે.


     ઢીમાં ગામ વાવથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલ છે.