કુંભારિયા આમ તો આરસપહાણના
મંદિરોના તરીકે પ્રખ્યાત છે. કુંભારિયા જેન ધર્મ પાંચ તીર્થકરોના આરસપહાણના ભવ્ય
મંદિર દાંતા તાલુકામાં આવેલ છે. છે. ભગવાન નેમિનાથ, ભગવાન
સંભવનાથ, ભગવાન પ્રાર્શ્વનાથ, ભગવાન
શાંતિનાથ અને ભગવાન મહાવીર સ્વામીના આરસપહાણ પાંચ મંદિરો છે.
આ પાંચ મંદિરો ઉપર એવી દંતકથાઓ છે કે, ભીમદેવ
સોલંકીના વખતમાં ચંદ્રાવતીના દંડનાયક જૈન વણિક વિમળશાહએ પોતે બધેય વિજય મેળવ્યા
પછી તેની યાદ કાયમી
રાખવા માટે સફેદ આરસપહાણના સુંદર દેરાસરો બાંધવાનો વિચાર કર્યા અને એ માટે ચિત્તોડના રાણા કુંભાજીએ આરાસુરમાં માતાજીના મંદિર નજીક વસાવેલ કુંભારીયા ગામની જગા ઉપર પસંદગી ઉતારી.
રાખવા માટે સફેદ આરસપહાણના સુંદર દેરાસરો બાંધવાનો વિચાર કર્યા અને એ માટે ચિત્તોડના રાણા કુંભાજીએ આરાસુરમાં માતાજીના મંદિર નજીક વસાવેલ કુંભારીયા ગામની જગા ઉપર પસંદગી ઉતારી.
વિમળશાની
પત્ની સુમંગલા અંબાજી માતાજીના પરમ ભકત હોઇ આ કામમાં માતાજીના કૃપા માટે પ્રાર્થના
કરી અને એક દિવસે માતાજીએ સ્વપ્નમાં આવી કહયું કે,
તારી બધી ઇચ્છા પુરી થશે, વિમળશાએ સફેદ આરસના સુંદર કલાકૃતિવાળા ૩૬૦ જૈન દેરાસરો બંધાવ્યા. કામગીરી પુર્ણ થતાં
વિમળશા હર્ષવિભોર બની ગયા ત્યારે બાલિકા સ્વરૂપે માતાજીએ તેમની પાસે જઇ પુછયું કે,
કોની કૃપાથી આ મંદિરો બનાવ્યા. વિમળશા માતાને ઓળખી શકયા નહિ અને
બોલ્યા મારા ધર્મગુરૂના પ્રતાપે. માતાજીએ ફરી ફરી પુછતાં આ જ જવાબ મળતાં માતાજી ક્રોધિત થયા અને વિમળશાને કહયું વિમળ
તમે હવે અહીં ના રહેતા, આ જગ્યા છોડી ચાલ્યા જાયો. વિમળશા અને સુમંગલા તે જગ્યા છોડીને આબુ જતા રહયા. પછી કુંભારિયામાં ભયાનક આગે લાગી અને તે પાંચ મંદિરો સિવાયના બીજા બધા મંદિરો નષ્ટ થઇ ગયા.
તમે હવે અહીં ના રહેતા, આ જગ્યા છોડી ચાલ્યા જાયો. વિમળશા અને સુમંગલા તે જગ્યા છોડીને આબુ જતા રહયા. પછી કુંભારિયામાં ભયાનક આગે લાગી અને તે પાંચ મંદિરો સિવાયના બીજા બધા મંદિરો નષ્ટ થઇ ગયા.
આ કુંભારિયા અંબાજીથી ૨
કીલોમીટર દુર આવેલું છે.