Ambaji Shaktipith, Ambaji, Ta Danta



      અંબાજી શક્તિપીઠ એ એકાવન શક્તીપીઠોમાંથી એક શક્તિપીઠ છે. આ શક્તિપીઠ અરવલ્લીની ગિરિમાળા માં સોદર્ય, પવિત્ર તીર્થધામ છે. દર ભાદરવી પૂનમે લાખોની સંખ્યામાં અહિયાં ભક્તો પગપાળા આવે છે અને અંબાજી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અબાજીમાં ખુબજ સારી  સગવડ સાથે વિશ્રામગૃહો, હોટેલ ધર્મશાળા, જુદા જુદા સમાજની વાડીઓ આવેલ છે. અહિયાં રહેવાની થતા જમવાની સારી સગવડ છે.

     મૂળ મંદિર ગબ્બર ઉપર આવેલ છે. પણ તળેટીમાં ભવ્ય મદિર આવેલ છે. આ મંદિરના શિખરને હાલમાં જ સોનાથી મઢવામાં આવેલ છે. દર ભાદરવી પૂનમે અહિયાં અંબાજી માતાજી દર્શન કરવા લાખોની સખ્યામાં લોકો આવે છે માત્ર ગુજરાતના જ નહિ અમુક વખત વિદેશી લોકો પણ શ્રધ્ધા રાખી પગપાળા ચાલી માતાજીના દર્શન કરવા આવે છે. માતાજીએ ભક્તોને ઘણા પરચા પણ આપ્યા છે
    
      ભગવત પુરાણ આધારિત એક કથા પ્રમાણે પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિક નામના યજ્ઞનું આયોજન કર્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને નહોતા બોલાવ્યા એટલે પિતાને ત્યાં યજ્ઞ છે એવા વાત સાભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતી પાર્વતી પિતાને ઘેર પહોચી ગયા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા જ તે યજ્ઞકુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો. ભગવાન શિવ પાર્વતીના દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ઘૂમવા લાગ્યા.તેથી વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા, આરાસુરમાં માતાજીના હદયનો ભાગ પડ્યો હોવાનું મનાય છે. પરંતુ વિસાયંત્રની જ પૂજા થાય છે, શુધ્ધ સોનામાંથી બાનાવેલ આ યંત્રમાં ૫૧ હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનમાં નજરથી જોવાનું નિષેધ હોવાથી પુજારી આખે પાટા બાંધીને પૂજા કરે છે.

     અબાજીની આસપાસ ઘણા સ્થળો જોવા લાયક છે.અબાજી બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં આવેલ છે.અ અને અહી દર ભાદરવી પૂનમે ખુબ જ મોટો મેળો ભરાય છે તથા માતાજીના દર્શન કરવા દુનિયામાંથી લોકો પગપાળા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજી વિસ્તારમાં બીજા અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે. તે સ્થળો અચૂક જોવાલાયક છે.
      
   બનાસકાંઠાના જીલ્લામથક પાલનપુર થી ૫૯ ના અંતરે અંબાજી આવેલ છે.