ગુજરાતી સાહિત્યના પ્રથમપંક્તિના યુવાન ગઝલકાર કવિશ્રી અજય પુરોહિત (પ્રજાપતિ) નું દુઃખદ અવસાન
ગુજરાતી સાહિત્યના નવોદિત ગઝલકારો માંના પ્રથમ
પંક્તિના કવિશ્રી અજય પુરોહિતનું ટૂંકી માંદગીના અંતે તા ૧૫ ઓગસ્ટ ૧૯૯૧ના રોજ
અમદાવાદની વી.એસ. હોસ્પીટલમાં દુઃખદ અવસાન થયું છે.
કવિશ્રી અજય પુરોહિત નો જન્મ તા.૧૭/૦૭/૧૯૫૯ ના રોજ બીલીમોરા ખાતે થયો અને
તેઓ હાલમાં ડીસા તાલુકાના આગડોલ મુકામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.
તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા ખાતે સ્થાયી થયા
હતા.તથા ‘ રખેવાળ ’ દેનિકના તંત્રીશ્રી અમૃતભાઈ શેઠના સહયોગથી ડીસા ખાતે ‘કાવ્ય
ગોષ્ઠિ’ સત્રનું આયોજન કર્યું હતું. તે સમયે ડૉ મફત ઓઝાની ઉપસ્થિતિમાં ‘બનાસકાંઠા
જીલ્લા સાહિત્ય વર્તુળ’ની સ્થાપના પણ કરી હતી.
શ્રી
અજય પુરોહિત મુળે સાહિત્યના જીવ હતા. હાલમાં તેઓ ‘કાવ્ય ગોષ્ઠિ’(ડૉ. મફત ઓઝા
સંચાલિત)ના ઉ. ગુજરાતના મંત્રી હતા. તેઓ ગઝલકાર હોવા ઉપરાંત નવોદિત કવિઓને
બિરદાવવા ‘મુબઈ સમાચાર’, ‘વર્ષો’, ‘યુવદર્શન’, પત્રોમાં વર્ષો સુધીકોલમ લખતા હતા.
આ ઉપરાંત ગુજરાતી દેનિક ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ ની રવિવારની પૂર્તિમાં તથા ‘સ્ત્રી’
‘શ્રી’ માં પણ ‘રંગે મહેફિલ’ શીર્ષક હેઠળ વિવિધ ગઝલકારોની શેર-શાયરીનું સંપાદન પણ
સભાળતા હતા.
ગઝલ ઉપરાંત લેખક પણ હોવાના નાતે લઘ્ક્થાઓ તેમજ ગ્રંથાવલોકનો પણ ‘તાદથ્ય’
‘શબ્દસુષ્ટિ’ ‘નયામાર્ગ’ વગેરેમાં લખતા હતા.
સ્વર્ગસ્થ કવિ ખુબજ મિતભાષી,મિલનસાર,નિખાલસ,અને મિત્રોના પ્યારા, માનીતા
મિત્ર પણ હતા. તેઓ માનતા હતા કે ‘ગઝલમાં એવી તાકાત છે કે હદયમાં હચમચી જતી વેદનાને
શાંત પડી દે છે’ ( કવિની કેફિયત ‘શબ્દસુષ્ટિ’). હું સભાનપણે કયારેક ભાન ગુમાવી
દીધનો અનુભવ કરું છું. હું કોઈ વિનાનાયું, કોઈ વિના અપૂર્ણ છું એવું મનોમન થયા કરે
છે’ (સાભાર: શબ્દસુષ્ટિ, ઓકટો.૮૯, અંક-૧૦)
અલગારી કવિ જીવ આથી જ નોધે છે.
તૃપ્તિના
પુરાવા વિશે શું લખુ બોલ ? હવામાં ધુમાડા વિશે શું લખું બોલ ? પીળાપચ મુક્યા છે,
બરડ શ્વાસ ગીરો- સ્વાભાવિક બુઝાયા વિશે શું લખું બોલ?.
આ સર્વ વિટબણાઓ છોડી કવિ શ્રી અજય પુરોહિત પોતાના અંગત મિત્ર વર્તુળ તથા
સગાઓ, મિત્રોના સ્નેહબંધથી આઝાદ થઇ ૧૫ ઓગસ્ટે સ્વર્ગસ્થ થયા.
‘
જિંદગીમાં શ્વાસની બાજી તદન નિરર્થક હતી.
ખુદ ઉઘાડો તાસ છું ખુલી ગયો એકાંતમાં.
કેમ લીલા વુક્ષ જેવો રોજ છેદાયા કરું છું.
ક્યાંક અંજળ કે ઋણાનુંબંધ ખૂટે બેય સરખા.’
અંજળ કે ઋણાનુબંધને ખૂટવા ન ખૂટવાની ખુબ ચિંતા નહિ કરનાર કવિ અજય પુરોહિત
ગીરો મુકેલા પીળાપચ બરડ શ્વાસને સ્વાભાવિક અદામાં બુઝાવા દદઈ, શ્વાસની નિરર્થક
બાજી છોડી ઉપર બેઠેલા મહા-બાજીગરના સાનિધ્યમાં કાયમી પહોચી ગયા છે.
કવિ તેમની પાછળ બે પુત્રો, બે પુત્રી, અને એક પત્નીને નિરાધાર કરી મિત્રો
વચ્ચેથી વિદાય થઇ ગયા છે, પરંતુ શબ્દદેહ કાયમી જીવંત રહેશે. ઈશ્વર એમના આત્માને
પરમશાંતિ બક્ષે એજ પાર્થના.
ડીસા
તા,૧૬/૦૮/૧૯૯૧.