CHAMPO

       અમારું સાતમું ધોરણ પૂરું થયું હતું એટલે હવે અમારે આઠમાં ધોરણ માટે બીજી સ્કુલમાં એડમીશન લેવાનું હતું એટલે અમે દોસ્તારો અમારી સિટીની બધી સ્કુલમાં એડમીશન લેવા ગયા પણ અમને એક પણ સ્કુલમાં એડમીશન ન મળ્યુ. આમ તો અમારે સ્કુલમાં એક થી પાંચ વચ્ચે નંબર હતા પણ નામી સ્કૂલોને અમારા ટકા ઓછા લાગતા હતા એટલે અમને એડમીશન ન મળ્યું. અમને અમારા ઘર થી દુર એક નાની સરકારી શાળામાં એડમીશન મળી ગયું. સ્કુલ તો ઘણી દુર હતી પણ અમે શું કરીએ અમારે ભણવું હતું એટલે અમે સ્કુલે ભણવા ચાલતા જતા અમે એટલા પેસાવાળા પણ નતા કે અમે સાઇકલ ખરીદી શકીએ. ભણવામાં તો મજા નતી આવતી પણ આખો દિવસ સ્કુલમાં રખડવામાં અને રમવામાં પૂરો થઇ જતો.
    અમારી સ્કુલના મેદાનમાં બપોરના સમયે છાયડામાં બેસવા માટે કોઈ જગ્યા નતી પણ જો તમારે બપોરના સમયે છાંયડામાં બેસવું હોય તો તમારે ક્લાસમાં અથવા તો સ્કુલની ઓસરીમાં જ બેસવું પડે, એમાં પણ આપણને રાહત ન મળે. આમ તો અમે દોસ્તારો બપોરની રીસેસમાં ઘરે જમવા જતા પણ ઘર ઘણું દુર હોવાથી અમે કોક દિવસ ઘરે જમવા જતા. સ્કુલે પાછા આવતા આવતા તો ક્લાસ પણ ચાલુ થઇ જતા એટલે અમે બીજો વિષય ના આવે ત્યાં સુધી બારે બેસી રહેતા. પછી અમે અમુકવાર જ ઘરે જમવા જતા નહીતર અમે ટીફીન લઈને આવતા. અને જે દિવસે ટીફીન ન લાવ્યું તે દિવસે સ્કુલની બારે આવેલી બાબુકાકાની લારીએથી ત્રણ-ચાર રૂપિયાની સિંગ અથવા ચણા લઈને ખાતા. પણ આજે તે ચણા જેવી મજા આજના મસાલેદાર ફાસ્ટફૂડમાં પણ નથી આવતી, આજે પણ તે દિવસો યાદ આવે છે. પછી રીસેસમાં સ્કુલના ધાબા પર ચડી ધાબાની પાળીના છાયડા નીચે જમવા બેસી જતા પછી જમ્યા બાદ જ ધાબા પરથી નીચે ઉતરતા. પછી સ્કુલના મેદાનમાં આવેલા ચંપાના ઝાડ નીચે બેસીને અમારી વાતોની રેલગાડી ચાલુ કરતા પછી જયારે રીસેસ પૂરી થવાનો ડંકો વાગતો ત્યારે રેલગાડી બંદ થતી અને બધા ક્લાસ રૂમમાં ભણવા માટે જતા. ચંપાનું જાડ મોટું નતું કારણ કે અમારાથી આગળના વરસવાળા વિધાર્થીઓ ઉગાડ્યું હતું . તેની ઉંચાઈ પણ પાંચ ફૂટ જ હતી એટલે અમારા જેવા ટાબરિયાં જ તેની નીચે બેસી શકતા હતા. ચંપો એટલો ઘટાદાર હતો કે તેની અંદર કોઈ બેઠું હોય તો કોઈને ખબર પણ ન પડે. અમે તેના ઘટાદાર છાંયડામાં બેસી વાતો નો ગપાટા મારતા અને સાથે સાથે ઉનાળાની ગરમીમાં ચંપાના સુગંધી ફૂલોની ઠંડી હવાની મજા માણતા. જો કોઈ ભુલથી પણ તેની ડાળી તોડી દેતો મોટો હંગામો થઇ જતો પછી સાહેબ આવે ત્યારે બધા શાંત થતા. કોઈ વખત અમને એવું લાગતું કે ચંપો પણ અમારી વાત સાભળે છે.  બે-ત્રણ દિવસે ચંપાના જાડ પર મસ્ત કોમળ અને ધોળા ધોળા તાજી સુગંધવાળા ફૂલો આવતા પછી અમે તે ફૂલો તોડી સવારે પ્રાથના સભામાં સરસ્વતી માં ને અર્પણ કરતા. પાર્થના પૂરી થયા પછી પાછી અમારી રોજની ચકેડી ચાલુ થઇ જતી. અમે સ્કુલમાં સ્પોર્ટ્સ વિભાગમાં મેઈન સ્ટુડન્ટ હતા એટલે અમે રૂમમાં ઓછા અને ક્લાસરૂમની બારે વધારે રહેતા.
   એક દિવસ રૂમમાં ગુજરાતી વિષયનો પીરીયડ ચાલતો હતો ત્યારે એક પાઠમાં ચંપો શબ્દ આવ્યો એટલે સાહેબે ચંપા વિશે થોડી માહિતી આપવાનું ચાલુ કર્યું.
    સાહેબ બોલ્યા સાંભળો વિદ્યાર્થીઓ, તમે ચંપાનું જાડ તો જોયું હશે આપની સ્કુલમાં જ તેનું ઝાડ છે. જે ચંપાના ઝાડ પર સફેદ સુંગધી ફૂલો આવે છે. ચંપાના અનેક પ્રકાર છે, આજે તમને ચંપાની એક ઇન્ટરેસ્ટીંગ જાત વિશે કહું છું તો ધ્યાનથી સાંભળજો.
  એક વિદ્યાર્થી બોલ્યો સાહેબ ધ્યાનથી ન સંભળાય કાનથી જ સંભળાય.
  સાહેબ કહ્યું તને કોને કહ્યું વચમાં બોલવાનું ધ્યાનથી સંભાળને જે હું કહ્યું છું તે. ચંપાની અનેક જાતોમાં નાગચંપો કરીને એક જાત છે. નાગચંપાની સુગંધ એટલી બધી વધારે હોય છે કે નાગ પણ તે સુગંધ સુગીને ચંપાના જાડ પર આવીને ચંપાની સુગધમાં ડોલવા લાગે છે. અગર કોઈપણ માણસ ભૂલથી પણ તે ચંપા જોડે જતો રહે તો જીવન ગુમાવવાનો વારો પણ આવી શકે છે.
       બધા સ્ટુડન્ટ સાહેબની વાત સાંભળી ડરી ગયા.
પ્રકાશે સાહેબને પૂછ્યું સાહેબ, તો આપણા સ્કુલના ચંપા પર કેમ સાપ નથી દેખાતા.
    સાહેબે મજાકમાં કહ્યું   હા, સ્કુલના ચંપા પર સાપ હોઈ શકે છે. તમારે ધ્યાન રાખીને ચંપા જોડે જવાનું નહીતર જો સાપ ઝાડમાં હશે તો તમે કરડી પણ શકે છે એટલે હવે સાચવીને ચંપા જોડે જવાનું હો બેટા.  
     
     અમે બધા ડરી ગયા કે આવું સાચુકલું હોઈ શકે. તે દિવસથી સાહેબની વાત સાંભળી અમે ચંપા નીચે બેસવાનું બંદ કરી દીધું. કારણ કે અમે બધા સાપ કરડી ન જાય તેનાથી ડરતા હતા. અમે જે ઠંડક ગરમીમાં ચંપા નીચે બેસીને લેતા હતા તે હવે ચંપાને દેખીને જ લઇ લેતા હતા  કારણ કે હવે બધાએ ચંપાની નીચે બેસવાનું બંદ કરી દીધું હતું. અમે હવે બારે ઓછા અને ક્લાસરૂમમાં વધારે જોવા મળતા.


       મહિનાઓ બાદ અમને ખબર પડી કે આ ચંપા પર કદીયે સાપ ના આવે કારણ કે આ સાદો ચંપો હતો. પછી પાછી અમારી ચંપા નીચે બેસીને વાતો અને સિંગ-ચણા ખાવાની ચકેડી ચાલુ થઇ ગઈ. તે દિવસથી એવી ચકેડી ચાલી કે આજ દિન સુધી ઊભી નથી રહી.  

No comments: