પરબ


તું બધાને આ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે
આ તાપડાના મંડપમાં ઠંડી ઠંડી છાયા આપે

બપોરના બળબળતા તડકામાં તું
દરેક જીવને હાશકારો આપે

માણસોને માટલામાં, પશુઓને અવાડામાં, પંખીઓને કુંડામાં
આપે રે તું તેમના હૈયાને ઠંડક આપે આ બળબળતા તડકામાં

માટીના માટલા હૈયાને ઠંડક આપે આ તાપમાં
તોય તેના ભાવ નથી આજના યુગમાં

આધુનિકતા સાથે આ પરબની
પણ આવી ગઈ છે આધુનિક મિનરલ પાણીની પરબ 



રણ જેવા ડામરના સુક્કા આ રોડ પર
છે બાવળા, લીમડા, પીપળા, વડલા નીચે ઠંડી આ પરબ