28/03/2017ના રોજ બનાસકાંઠા
જીલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ
રૂપાણીના હસ્તે બનાસકાંઠા જીલ્લા હેડ પોસ્ટ ઓફીસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલુ કરવામાં
આવ્યું છે. આ પાસપોર્ટ સેવા કેન્દ્ર વિદેશ મંત્રાલય અને ભારતીય પોસ્ટ વિભાગ ધ્વારા
પાસપોર્ટની સેવા (POPSK) અંતર્ગત પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પાલનપુરમાં ચાલુ
કરવામાં આવ્યું છે. જેનાથી ઉત્તર ગુજરાતના લોકોને અમદાવાદ સુધી પાસપોર્ટ માટે
ધક્કા ન ખાવા પડે. પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખૂલવાથી હવે ઉત્તર ગુજરાતની
પ્રજા ઘરઆંગણે જ પાસપોર્ટ બનાવી શકશે.
પાલનપુર ખાતે હાલમાં રોજના 100 પાસપોર્ટ
ઇસ્યુ કરવામાં આવે છે. જેને ભવિષ્યમાં વધારવા માટે પણ સરકાર પ્રયત્ન કરી રહી છે. પાસપોર્ટ
માટેની બધી કાર્યવાહી પાલનપુર હેડ પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે કરવામાં
આવે છે.
ગુજરાતમાં (POPSK) અંતર્ગત પોસ્ટ ઓફીસમાં
પાસપોર્ટ સેવા કેન્દ્ર પાલનપુર,ભુજ અને દાહોદમાં ખોલવામાં આવ્યા છે અને હાલમાં પાસપોર્ટનું
કામ પણ ચાલુ થઇ ગયું છે. પહેલા લોકોને પાસપોર્ટ
કઢાવવા માટે અમદાવાદ જવું પડતું પણ હવે તે પાલનપુરમાં જ કઢાવી શકે છે. આ પોસ્ટ
ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પાલનપુરમાં જીલ્લા પંચાયતમાં આવેલ છે
(POPSK)
અંતર્ગત આખા ભારતમાં 56 પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા છે. ૨૫ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ આ પાઇલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્ણાટકના મૈસૂરના હેડ પોસ્ટ ઓફીસ ખાતે કરવામાં આવ્યું છે.
No comments:
Post a Comment