Seema Darshan & Nadeshwari Mataji Temple, Nadabet, Ta Suigam


            સુઇગામ તાલુકાના જલોયા ગામની પાસે આવેલું  સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. દર વર્ષ ચૈત્ર નોમના દિવસે ભરાતા આ મેળામાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. પણ હાલમાં નવીન મદિરનું નિર્માણ કરેલ છે બધા લોકો નવા મદિરમાં નડેશ્વરી માતાજીના દર્શન કરવા જાય છે.
           
            નડાબેટ નજીક આવેલા બી.એસ.એફ.કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. એક દંતકથા મુજબ જુનાગઢના રાજા નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે  તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપેલા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પુજાય છે.
       
         નડાબેટ એક પ્રાચીન બેટ છે. આઝાદી પહેલાં નડાબેટની ખુબજ જાહોજલાલી હતી. પુષ્કળ ખડીધાસ થતું. જાગીરદારો તથા માલધારીઓ અહીંયા રહેતા. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજુરી માટે જતા ત્યારે નડેશ્વરી માતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને જતાં. મંદિરની બાજુમાં જ બી.એસ.એફ.નો કેમ્પ આવેલો છે.

          ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના હસ્તે ૨૪/૧૨/૨૦૧૬ના રોજ સીમા દર્શન તથા પરેડનો કાર્યક્રમ ભારત-પાકિસ્તાન આતરરાષ્ટ્રીય બોર્ડર પર ચાલુ કરવામાં આવ્યો. જેથી કરીને લોકો સીમા વિષે કંઇક જાણે અને બીએસએફ વિશે તથા તેમના એક્ટીવીટી લોકો જાણે અને  લોકોમાં દેશભક્તિ જાગે. વધુમાં ત્યાં આગળ BSFના હથિયારોનું પ્રદર્શન કરવામાં આવે છે. ગુજરાત ટુરીઝમ કોર્પેરેશન નિગમ દ્વારા તેનો વિકાસ કરવામાં આવશે.

         BSF દ્વારા અઠવાડિયાના દર શનિવાર અને રવિવારના ૧૨ વાગ્યે પરેડ અને હથિયાર પ્રદશન કરવામાં આવે છે. ત્યાં જવા માટે તમારે ૪૮ કલાક પહેલા તમારે બુકિંગ કરવું પડે છે. એક દિવસની  ૬૦૦ એન્ટ્રી હોય છે પછી કોઈ એન્ટ્રી લેવામાં નથી આવતી. ત્યાં જતા હોય તો પોતાનું આઈડી કાર્ડ સાથે લઇ જવું ફરજીયાત છે તેના વગર કદાચ તમને એન્ટ્રી પણ ન મળી શકે.


       નડાબેટ સુઇગામથી ૨૦ કી.મી. દુર જલોયા ગામની પાસે આવેલ છે.