વડગામ તાલુકાના મજાદર ગામે બાબા
રામદેવપીરનું ભવ્ય મંદિર આવેલ છે. રામદેવપીરના મંદિરે ભાદરવા સુદ-૧૧ ના દિવસે
હજારો લોકો દર્શનાર્થે આવે છે.
એવી લોકવાયકા છે કે સંવંત ૧૮૩૯ ની સાલમાં
મજાદરના પ્રજાપતિ ધનાકાકાને રામદેવપીરનો ચમત્કાર થતાં તેઓ રણુંજાની જાત્રા પુર્ણ
કરી મજાદર આવી રામદેવ બાબાની સંવંત ૧૮૩૯ ના ભાદરવા સુદ-૧૧ દિવસે પધરામણી કરી
મંદિરની સ્થાપના કરી હોવાનું લોકવાયકા છે. હાલમાં મજાદર ગામે રામદેવપીર તથા તેમની
પરમ સેવિકા ડોલીબાઇની પણ સમાધિ આવેલી છે. હાલ દરવર્ષે દરવા સુદ ૯ થી ૧૨ સુધી ભવ્ય
મેળો ભરાય છે. શ્રધ્ધાળુઓ બાધા-માનતા પુરી થતાં ઝુમ્મરો અને ધોડા
ચડાવે છે.
ચડાવે છે.